કોવીડ-૧૯ વેક્સીન - વારંવાર પૂછવામાં આવતા પ્રશ્ન અને જવાબ.

COVID-19 Advice &Updates (Gujarati)

Useful LInks

UK Government Advice: https://assets.publishing.service.gov.uk/government/uploads/system/uploads/attachment_data/file/874386/Guidance_on_social_distancing_for_everyone_in_the_UK_and_protecting__older_people_and_vulnerable_adults_Gujarati_GU.pdf

COVID-19 vaccines Q&A in Gujarati - Dr Komal Badiani via BBC - (other languages available also):

https://www.bbc.co.uk/news/av/uk-55353158 

Test & Trace and the COVID-19 App:

https://covid19.nhs.uk/introducing-the-app-gujarati.html 

Mental Health & Wellbeing:

https://www.youtube.com/watch?v=1LEftYdZ62U&feature=youtu.be 

COVID-19 Shielding Guidance

Coronavirus Guidance - Doctors of the World

કમ્યુનિટીમાંથી અને વન જૈન (OneJain) તથા તેની સાથે સંગઠિત સંસ્થાઓ દ્વારા સંચાલિત વેબિનારોમાં પૂછવામાં આવતા પ્રશ્નોને અનુલક્ષીને નીચેના પ્રશ્નો અને જવાબ તૈયાર કરવામાં આવ્યા છે.

કૃપા કરી નોંધ લેશો કે જવાબો ફક્ત માહિતી પ્રદાન કરવાના હેતુથી આપવામાં આવ્યા છે અને વ્યવસાયિક તબીબી સલાહને બદલે નથી. આ માહિતી યોગ્ય અને અધતન છે તેની ખાતરી કરવા, શક્ય છે એટલો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોવીડ-૧૯ વિશેની ડેટા ઝડપથી બદલાઈ રહી છે અને તેથી તેની માટે બાયંધરી આપી શકાતી નથી. 7 જાન્યુઆરી 2021ના, જૈન હેલ્થ ઇનિશ્યટિવ ટીમ (Jain Health Initiative Team) તરફથી આ માહિતીની છેલ્લી ફેરતપાસણી અને તે અપડેટ કરવામાં આવી હતી.

જો તમને, ખાસ કરીને તમારી હાલની સ્વાસ્થ્યની પરિસ્થિતિઓના કારણે કોવીડ વેક્સીન વિશે કોઈ ચિંતાઓ અથવા પ્રશ્નો હોય, તો કૃપા કરી સ્વાસ્થ્યની સંભાળ રાખનાર (હેલ્થકેર) નિષ્ણાત, જેમ કે તમારા જી.પી.ની સલાહ લો.

મને કેવી રીતે ખબર પડશે કે વેક્સીન લેવાનો મારો વારો ક્યારે છે?

એનએચએસ તમારો સંપર્ક કરશે અને જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને એપોઇન્ટમેન્ટ બુક કરવા આમંત્રિત કરશે. કદાચ તમારી જી.પી. પ્રેક્ટિસમાંથી કોઈ તમને ફોન કરી શકે, પરંતુ ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ અથવા પત્ર દ્વારા પણ તમારો સંપર્ક સાધવામાં આવી શકે. તેથી તમેને સંદેશો મળે તેની ખાતરી કરવા માટે તપાસ રાખવી જરૂરી છે (ઉદાહરણ તરીકે, તમારી પાસે મોબાઇલ ફોન છે પરંતુ સામાન્ય રીતે તમે ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરતા નથી).

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.nhs.uk/conditions/coronavirus-covid-19/coronavirus-vaccination/coronavirus-vaccine/

https://www.ageuk.org.uk/information-advice/coronavirus/coronavirus-guidance/coronavirus-vaccine/)

વેક્સીન કઈ જગ્યાએ આપવામાં આવે છે.

 વેકસિનેશન નીચેના કોઈ પણ એક સ્થાન પરથી આપવામાં આવશે:

•  હોસ્પિટલમાં

•  કમ્યુનિટીમાં – જીપી અને ફાર્માસિસ્ટ દ્વારા

•  ખાસ નિયુક્ત વેક્સિનેશન કેન્દ્રોમાં.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.nhs.uk/conditions/coronavirus-covid-19/coronavirus-vaccination/coronavirus-vaccine/

શું લાંબા ગાળાની સમ્સ્યાઓવાળા લોકો માટે આ વેક્સીન લેવાની ભલામણ કરવામાં આવે છે?

હા, વેક્સીન નીચેની સમ્સ્યાઓવાળા પુખ્ત વયના લોકોને સક્રિયરૂપે ઓફર કરવામાં આવશે, કારણ કે તેઓને કોવીડ-૧૯ થવાનું જોખમ વધુ રહે છે:

• લોહીનું કેન્સર (જેમ કે લ્યુકેમિયા, લિમ્ફોમા અથવા માયલોમા)

• ડાયબિટીસ

• ડિમેન્શિયા

• હૃદયની સમસ્યા

• છાતીની સમસ્યાની ફરિયાદ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલીઓ, જેમાં બ્રોંકાઇટિસ, એમ્ફિસીમા અથવા ગંભીરપણે દમ (અસ્થમા) હોવાનો સમાવેશ થાય છે

•  કિડનીનો રોગ

• લિવરનો રોગ

• કોઈ રોગ અથવા ઉપચારને લીધે ચેપનો સામનો કે પ્રતિકાર કરવાની શક્તિ ઓછી છે (જેમ કે HIV, સ્ટેરોઈડ દવા, કીમોથેરપી અથવા રેડિયોથેરપી)

• સંધિવા, લ્યુપસ અથવા સોરાયસિસ

• અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરવામાં આવેલ છે

• સ્ટ્રોક આવ્યો છે અથવા ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક અટેક (ટીઆઈએ)

•  ન્યુરોલોજીકલ અથવા સ્નાયુઓના બગાડની સ્થિતિ

• ગંભીરપણે શીખવાની અક્ષમતા

•  તમારા બરોળની સમસ્યા, દા.ત. સિકલ સેલનો રોગ, અથવા તમારો બરોળ કાઢી નાખવામાં આવ્યો છે

• ગંભીરપણે વજનવાળા (40 અને તેથી વધુ BMI ધરાવનાર)

•  ગભીરપણે માનસિક બીમારીવાળા

તબીબીપણે અતિશય નિર્બળ લોકોના જૂથમાં રહેલા સર્વે કોવિડ -19 વેક્સીન લેવા માટે પાત્ર બનશે. તમને પ્રથમ તબક્કામાં વેક્સીન આપવામાં આવે છે કે નહિ તે તમારી સ્થિતિની ગંભીરતા પર આધારિત છે. તમે લાયક છો કે નહીં તે અંગે તમારા જી.પી. સલાહ આપી શકશે અને પૂર્વમાં રહેલી તબીબી પરિસ્થિતિઓ તથા વેક્સીન લેવા વિશે પ્રશ્નોના જવાબ આપી શકશે

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.gov.uk/government/publications/covid-19-vaccination-guide-for-older-adults 

જે વ્યક્તિઓને પહેલાં કોવિડ-19 નો ચેપ લાગ્યો હોય તેમણે આ વેક્સીન લેવી જરૂરી છે?

હા, જે લોકોને કોવીડ-૧૯નો ચેપ લાગ્યો છે તેઓને કોવીડ-૧૯ સાથે સંકળાયેલા ગંભીર આરોગ્યના જોખમોને લીધે હજુ પણ વેક્સીન લેવાની ભલામણ કરવામાં આવે છે અને તેઓને ફરી કોવીડ-૧૯નો ચેપ લાગવાની સંભાવના છે.  જોકે અત્યાર સુધી નોંધાયેલા તેના આંકડા ખૂબ જ ઓછા છે.

આમ કરવાનું કારણ એ છે કે પ્રાકૃતિક ચેપની પ્રતિક્રિયામાં બનતી એન્ટિબોડીઝ કેટલા સમય સુધી ટકી રહે છે અને રસી (ઇમ્યુનાઇઝેશન) વધુ સુરક્ષા આપી શકે છે કે કેમ એ જાણવામાં આવેલ નથી. જો પ્રાકૃતિક ચેપ લાગ્યા પછી આ રોગ માટે એન્ટિબોડીઝ પહેલાથી જ બની ગઈ હોય, તો કોવીડ-૧૯ની વેક્સીન લેવાથી કોઈ પણ પૂર્વેની એન્ટિબોડીઝને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.gov.uk/government/publications/covid-19-vaccination-programme-guidance-for-healthcare-practitioners 

શું દવા, ખોરાક, બીજી વેક્સીન અથવા જંતુના ડંખથી એલર્જીના ઇતિહાસવાળા લોકોને COVID-19ની વેક્સીન આપવી જોઈએ

હા, જે લોકોને દવાથી (દા.ત.પેનિસિલિન), ખોરાક (દા.ત. નટ્સ), બીજી વેક્સીન (દા.ત. ફ્લૂ વેક્સીન) અથવા જંતુના ડંખથી એલર્જીક રિએક્શન થયેલ હોય અને તેઓની એલર્જી ગંભીર હોય તો પણ તેઓ કોવીડ-૧૯ વેક્સીન મેળવી શકે છે.

COVID-19 વેક્સીન કોઈ પણ ઘટકો પ્રતિ અથવા કોવીડ-૧૯ વેક્સિનેશનના પહેલા ડોસ પ્રતિ ચોક્કસ કરવામાં આવેલ એનાફિલેક્ટિક રિએક્શન થયેલ હોય તેમને કોવીડ-૧૯ વેક્સીન આપવી જોઈએ નહિ.

Pfizer/BioNTech વેક્સીનમાં પોલિઇથિલિન ગ્લાયકોલ (પીઇજી) [polyethylene glycol (PEG)] હોય છે, જે દવાઓ, ઘરગથ્થુ સાધનસામગ્રી અને કોસ્મેટિક્સના જાણીતા એલર્જનના જૂથમાંથી છે. પીઇજી માટે જાણીતી એલર્જી ભાગ્યેજ જોવા મળે છે, પરંતુ આ એલર્જીવાળા લોકો તેને બદલે Oxford/Astrazeneca વેક્સીન મેળવી શકે છે જેમાં પીઇજી સમાવિષ્ટ નથી.

બધા વેક્સીન આપનારા ભાગ્યે જ થતી એલર્જિક રિએક્શનોના કિસ્સાઓની સમસ્યા હલ કરવા માટે આવશ્યક તાલીમ પામેલ હશે, અને તેની જરૂરિયાતવાળા લોકોની સંભાળ રાખવા માટે બધા જ સ્થળો સજ્જ કરવામાં આવશે – બીજી કોઈ પણ વેક્સીન માટે હોય તેમ.

કોવિડ -19 વેક્સીન, અજમાયશ પ્રતિક્રિયાઓ અને પ્રારંભિક રોલઆઉટ સાથે સંબંધિત ડેટાની વિગતવાર સમીક્ષા બાદ 30 ડિસેમ્બર 2020 માં આ સલાહ અપડેટ કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.anaphylaxis.org.uk/covid-19-advice/pfizer-covid-19-vaccine-and-allergies/

https://www.sps.nhs.uk/articles/advising-individuals-with-allergies-on-their-suitability-for-pfizer-biontech-covid-19-vaccine/ 

 

શું આ વેક્સીનમાં પ્રાણી ઉત્પાદનો છે? શું તે વીગન/શાકાહારી માટે યોગ્ય છે?

વેકસીન શાકાહારી/વીગન છે કે નહિ તે નિર્ધારિત કરવા માટે બે મુદ્દાઓ પર કોઈએ વિચાર કરવો પડશે: તેમાં પ્રાણી ઉત્પાદનો છે કે નહિ અને તેના વિકાસના ભાગ રૂપે પ્રાણીઓ પર તેનું પરીક્ષણ કરાયું હતું કે કેમ.

Pfizer/BioNTech અને Oxford/Astrazeneca કોવીડ -19 વેક્સીનમાં કોઈ પ્રાણી ઉત્પાદનો અથવા ઇંડા સમાવિષ્ટ નથી. Pfizer/BioNTech વેક્સીનના ઘટકો પરની વધુ વિગતો આ વેબ પૃષ્ઠ પર ઉપલબ્ધ છે:

https://www.sps.nhs.uk/articles/excipients-information-for-pfizer-biontech-covid-19-vaccine/

Oxford/Astrazeneca વેક્સીન માટે ટૂંક સમયમાં આવો જ પૃષ્ઠ પ્રકાશિત કરવાની ધારણા છે. ઉત્પાદકની માહિતી સૂચવે છે કે તેમાં કોઈ પ્રાણી ઉત્પાદનો નથી.

તમામ વેકસીનની (અને, ખરેખર, બધી આધુનિક દવાઓ) વિકાસ પ્રક્રિયાના ભાગરૂપે તેમનું પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું છે - ખરેખર, કોઈ પણ માનવ પર પરીક્ષણની શરૂઆત કરવા પહેલાં સામાન્ય રીતે એક કડક નિયમનકારી આવશ્યકતાનું પાલન કરવું પડે છે. જેમ કે, Pfizer/BioNTech વેક્સીન અને Oxford/Astrazeneca વેકસીન સહિત તમામ COVID-19 વેક્સીનનું પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું છે.

શું વેકસીન વીગન છે? આ વિષયની ચર્ચાવિચાર્ણા માટે નિચેનો વેબપૃષ્ઠ જુઓ.

https://www.veganfriendly.org.uk/health-fitness/vaccines/

 

શું બીજી દવા સાથે આ વેક્સીનની અરસપરસની અસર થાય છે?

હાલમાં કોવિડ-19 વેક્સીન અને અન્ય દવાઓ વચ્ચે અરસપરસની અસર સૂચવનાર કોઈ ડેટા નથી.

COVID-19 વેક્સીન અને કોઈપણ બીજી વેક્સીન લેવા વચ્ચે 7 દિવસનો અંતર રાખવા માટે સલાહ આપવામાં આવે છે (ઉદાહરણ તરીકે ફ્લૂ જેબ અથવા હિપેટાઇટિસ જેબ).

Reference: https://www.gov.uk/government/publications/covid-19-vaccination-programme-guidance-for-healthcare-practitioners 

આ વેક્સીનથી કઈ આડઅસરો થઈ શકે છે?

બધી દવાઓની જેમ, વેક્સીનથી પણ આડઅસરો થઈ શકે છે. આમાંની મોટેભાગે તે હળવી અને ટૂંક સમય માટે હોય છે, અને દરેક જણને થતી નથી.

જો તમને પ્રથમ ડોઝ લીધા પછી કોઈ લક્ષણો જણાય તો પણ તમારે બીજો ડોઝ લેવાની જરૂર છે. જો કે તમને પ્રથમ ડોઝથી થોડું રક્ષણ મળી શકે છે, તેમ છતાં, બીજા ડોઝથી તમને શ્રેષ્ઠ રક્ષણ મળશે કે ગંભીરપણે વાયરસથી ચેપ ન લાગે.

સામાન્ય આડઅસરોમાં સમાવિષ્ટ છે:

• તમે હાથમાં જ્યાં ઇન્જેક્શન લીધું છે ત્યાં પીડા થવી, ભારે લાગવું અને મૃદુતાની અસર થવી. આ અસર વેકસીન લીધા પછી 1-2 દિવસની આસપાસ વધુ ખરાબ થઈ શકે છે

• થકાવટ

• માથાનો દુખાવો

• સામાન્ય દુખાવા, અથવા ફ્લૂ જેવા હળવા લક્ષણો

 

તેમ છતાં બેથી ત્રણ દિવસ તાવ આવવો અસામાન્ય નથી, ભારે તાવ આવવો અસામાન્ય છે અને તમને કોવિડ-19 અથવા બીજો ચેપ લાગ્યો છે તેવું સૂચવી શકે છે. એક અસામાન્ય આડઅસર છે ગ્રંથીઓમાં સોજો આવવો. તબિયત સુધારવા માટે તમે આરામ કરી શકો અને પેરાસિટામોલની સામાન્ય માત્રા લઈ શકો (પેકેજિંગની સલાહને અનુસાર લેવી).  

આ લક્ષણો સામાન્ય રીતે એક અઠવાડિયા કરતાં ઓછા સમય સુધી રહે છે. જો તમારા લક્ષણો વધુ ખરાબ હોય અથવા જો તમે ચિંતિત હો, તો NHS 111 ને ક ફોન કરો. જો તમે ડોક્ટર અથવા નર્સની સલાહ લો, તો ખાતરી કરવી કે તમે તેમને તમારા વેક્સિનેશન વિશે કહો.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.gov.uk/government/publications/covid-19-vaccination-what-to-expect-after-vaccination/what-to-expect-after-your-covid-19-vaccination 

શું કોવિડ -19 વેક્સીન મારું ડીએનએ - DNA બદલી શકે છે?

ના. કોવિડ -19 વેક્સીન કોઈ પણ રીતે તમારું DNA બદલતી નથી અથવા તેની સાથે અરસપરસ પ્રતિક્રિયા થતી નથી.

Pfizer/BioNTech જેવી Messenger RNA (mRNA) વેક્સીન, આપણા કોષોને શીખવે છે કે પ્રોટીન કેવી રીતે બનાવવું, જે રોગપ્રતિકારક પ્રતિક્રિયા કરે છે. કોવિડ -19 વેક્સીનમાંથી mRNA ક્યારેય પણ કોષના માળખામાં પ્રવેશ કરતું નથી, જ્યાં અપણું DNA રાખવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે mRNA કોઈપણ રીતે અપણા DNAને અસર કે તેની સાથે અરસપરસ પ્રતિક્રિયા કરી શકતું નથી. તેને બદલે, કોવિડ -19 mRNA વેક્સીન રોગનો સુરક્ષિત રીતે પ્રતિકાર કરવા અથવા તેને નાબૂદ કરવા માટે શરીરના સામાન્ય સરંક્ષણ સિસ્ટમ સાથે કામ કરે છે.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/different-vaccines/mrna.html 

 

શું મને વેક્સીનમાંથી COVID-19 નો ચેપ લાગી શકે છે?

તમને વેક્સીનમાંથી COVID-19 નો ચેપ લાગી શક્તો નથી પરંતુ શક્ય છે કે તમને COVID-19 નો ચેપ લાગ્યો હોય અને તમારી વેક્સિનેશનની એપોઇન્ટમેન્ટ સુધીમાં તમને તેના લક્ષણો હોવાનો ખ્યાલ ન આવે.

COVID-19ના સૌથી મહત્વપૂર્ણ લક્ષણોમાં નીચેનામાંના કોઈ પણ હોઈ શકે:

·         નવી સતતણે ઉધરસ

·         તાવનું ઊચ્ચ ઉષ્ણાતામાન

·         સ્વાદ અથવા સુગંધની સામાન્ય અસર ગુમાવવી અથવા તેમાં બદલાવ.

.

જો કે વેક્સિનેશન લીધા પછી એક કે બે દિવસમાં હળવો તાવ આવી શકે. જો તમને કોવિડના બીજા કોઈ લક્ષણો જણાય અથવા તમને લાંબા સમય સુધી તાવ રહે, તો ઘરે જ રહો અને પરીક્ષણ કરાવવાની ગોઠવણ કરો.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.gov.uk/government/publications/covid-19-vaccination-what-to-expect-after-vaccination/what-to-expect-after-your-covid-19-vaccination 

વેક્સિનેશન લીધા પછી શું થાય છે? શું મારે હજી પણ નિયંત્રણો અનુસરવાની અને ઘરે રહેવાની જરૂર છે?

સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે તમારે વેક્સીનના 2 ડોઝ લેવા પડશે. જ્યારે તમે તમારા પ્રથમ ડોઝ માટે જાઓ, ત્યારે તમને તમારી આગામી એપોઇન્ટમેન્ટની તારીખ સાથેનો રેકોર્ડ કાર્ડ આપવામાં આવશે. આ એપોઈન્ટમેન્ટ તમારા પ્રથમ ડોઝ પછી 3 અને 12 અઠવાડિયાની વચ્ચે હેશે. જો તમે સ્વ-અલગ રહેતા હો અથવા તમને કોરોના વાયરસના લક્ષણો હોય, તો તમારે આ એપોઈન્ટમેન્ટમાં જવું જોઈએ નહીં.

તમને તમારી રોજિંદી પ્રવૃત્તિઓ કરવા માટે સારું લાગે તેનો અર્થ એ નથી કે બધું સામાન્ય થઈ જશે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેક્સીનની અસર થવા માટે થોડા અઠવાડિયા લાગે છે જેથી તરત જ તમારું રક્ષણ થઈ શકશે નહીં.

અમને હજી સુધી ખબર નથી કે આ વેક્સીન તમને વાયરસનો ચેપ લાગવામાં અને તેનું પ્રસારણ કરવામાં રોકે છે કે નહીં, પરંતુ તે આ જોખમ ઘટાડી શકે છે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તેથી તમને અને હજી પણ તમારા આસપાસના લોકોના રક્ષણ માટે સ્થાનિક વિસ્તારમાં આપવામાં આવતા માર્ગદર્શનનું પાલન કરવું મહત્વપૂર્ણ છે અને:

·         સ્વ-અલગ રહો

·         ચહેરા પર માસ્ક પહેરો

·         નિયમિતપણે તમારા હાથ ધુઓ

·         તમારા વિસ્તારના માર્ગદર્શનનું પાલન કરો.

ભલે તમેને વેક્સીનથી કોરોનાવાયરસનો ચેપ લાગી શકતો  નથી, તેમ છતાં, એવું નથી કે વેક્સીનની અસર લાગુ પડે તે પહેલાં અથવા તેની અસર થાય ત્યાર પછી ટૂંકા ગાળામાં તમને કોરોનાવાયરસનો ચેપ નહિ લાગે. તેથી તમારે હજી પણ સ્વ-અલગ રહેવું જોઈએ અને જો તમને વેક્સિનેશન પછીના સમયગાળામાં કોરોનાવાયરસ લક્ષણો જણાય તો પરીક્ષણ કરાવવું જોઈએ.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

Please see these web pages for further information:

https://www.gov.uk/government/publications/covid-19-vaccination-what-to-expect-after-vaccination 

https://www.ageuk.org.uk/information-advice/coronavirus/coronavirus-guidance/coronavirus-vaccine/

સૌ પ્રથમના અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો શા માટે વધારવામાં આવ્યો છે?

યુકેના મુખ્ય મેડિકલ અધિકારીઓએ વેક્સિનેશનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લાંબો સમયગાળો હોવા માટે સંમતિ આપી છે, જેથી વધુ લોકો ઝડપથી તેનો પ્રથમ ડોઝ મેળવી શકે, અને પુરાવા દર્શાવે છે કે એક ડોઝ પણ ઉચ્ચ સ્તરનું રક્ષણ આપે છે.

નવી તબીબી સલાહ એ છે કે પ્રથમ ડોઝ પછી બીજો ડોઝ 12 અઠવાડિયામાં આપવામાં આવે તો વેક્સિનેશન અસરકારક રહે છે, અને તે 12 અઠવાડિયાના સમયગાળાના અંતમાં આપવો જોઈએ. વાયરસ સામે લાંબા સમયગાળાના રક્ષણ માટે તમને વેક્સિનેશનના બે ડોઝ લેવાની જરૂર રહે છે તો પણ પ્રથમ ડોઝ મળ્યાના 22 દિવસ પછી પણ તમને નોંધપાત્ર રક્ષણ મળશે.

આ નિર્ણયથી ટૂંકા સમયમાં સૌથી વધુ લોકોને મહત્તમ ફાયદો અને જીવન બચાવવામાં મદદ થશે.

British Society for Immunology તેને ટેકો આપે છે અને વધુ વિગતો નીચે આપેલા વેબ પૃષ્ઠ પર મળી શકે છે:

https://www.immunology.org/policy-and-public-affairs/briefings-and-position-statements/COVID-19-vaccine-dosing-schedules?utm_source=Communications%2C 

શું યુકેમાં પ્રસરતું નવું COVID-19 વેરિઅન્ટ સામે વેક્સીન અસર કરશે?

બધા વાયરસ સતત પરિવર્તિત થાય છે - આ વાયરસના ક્રમિક વિકાસનો એક સાધારણ ભાગ છે.

વાયરસની આ નવી જાત (જેને VOC-202012/01 કહેવામાં આવે છે) જે યુકેમાં વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહી છે તેમાં મ્યુટેશનો હોય છે જે સ્પાઇક પ્રોટીનના નાના ભાગને બદલી શકે છે. સ્પાઇક પ્રોટીન એ એક ચાવી છે. આપણા શરીરના કોષોના પ્રવેશદ્વાર ખોલવા માટે વાયરસ તેનો ઉપયોગ કરે છે, ખાસ કરીને આપણા ફેફસાના કોષો.

તેમ છતાં, આ વેક્સીન વાયરસના વિવિધ ભાગો પર હુમલો કરવા માટે રોગપ્રતિકારક શક્તિને તાલીમ આપે છે, તેથી સ્પાઇક પ્રોટીનના કેટલાક ભાગમાં પરિવર્તન થયું હોવા છતાં, વેક્સીન હજી પણ અસરકારક રહે છે.

વૈજ્ઞાનિકો ખાત્રી કરી રહ્યા છે કે વેક્સીન લોકોને ખરેખર આ નવા વેરિયન્ટથી સુરક્ષિત કરશે કે નહિ - આપણને થોડા અઠવાડિયામાં તેના પરિણામો વિશે જાણકારી મળવી જોઈએ.

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

Please see this web page for further information:

https://www.bbc.co.uk/news/health-55388846

શું કોઈ ખોરાક, ઔષધિઓ અથવા આયુર્વેદિક ઉપાચારો કોવિડ -19 સામે રક્ષણ આપે છે?

એવા કોઈ પુરાવા નથી કે ખોરાક, ઔષધિઓ, આહારના સપ્લિમેન્ટ અથવા આયુર્વેદિક ઉપાચારો કે જેઓ ‘પ્રતિરક્ષા વધારવા’ નો દાવો કરે છે તે COVID-19ને રોકવા અથવા તેની સારવાર કરવામાં અસરકારક છે.

તેમ છતાં, કોવીડ-19 મહામારી દરમિયાન તંદુરસ્ત આહાર લેવો અને સક્રિય જીવનશૈલી જાળવવી મહત્વપૂર્ણ છે

વધુ માહિતી માટે કૃપા કરી નીચેના વેબ પૃષ્ઠો જુઓ:

https://www.who.int/campaigns/connecting-the-world-to-combat-coronavirus/healthyathome/healthyathome---healthy-diet 

https://www.bbc.co.uk/news/uk-england-london-55318095 

 SS 1૩.01.2021